Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

સ્ટેનફોર્ડ યુનિવર્સીટીના રિસર્ચમાં અનોખો બ્લડ ટેસ્ટ શોધવામાં આવ્યો

નવી દિલ્હી: આપણે ઉંમરની ગણતરી કેલેન્ડર કે વર્ષથી કરીએ છીએ. આપણી ઉંમર વધે તેમ બીમારીઓનું જોખમ વધે છે. તેનાથી ઊલટું, નાની ઉંમરે બીમારી થવાની આશંકા ઓછી રહે છે પણ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અને બક ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ઓન એજિંગે એક એવો બ્લડ ટેસ્ટ શોધ્યો છે કે જેનાથી કોઇ પણ વ્યક્તિની કેલેન્ડર એજ (ઉંમર વર્ષમાં) અને આઇ એજ વચ્ચેનો તફાવત જાણી શકાશે. વિજ્ઞાનીઓએ કોઇ પણ વ્યક્તિની ઇન્ફ્લેમેશન (બળતરા), દુખાવો કે હૃદયરોગ કે ડાયાબિટીસ જેવી કોઇ જૂની બીમારીને આઇ એજ નામ આપ્યું છે.

લોહીની તપાસથી વિજ્ઞાનીઓ બ્લડમાં રહેલા કાયટોકીન્સ અને ઇમ્યુન સિસ્ટમ પ્રોટીનનો અભ્યાસ કરે છે. બ્લડ ટેસ્ટ બાદ કોઇ વ્યક્તિની કેલેન્ડર એજ 45 વર્ષ અને આઇ એજ 65 વર્ષ આંકવામાં આવે તો તેનાથી એવું સાબિત થાય છે કે તે વ્યક્તિનું શરીર વધુ 20 વર્ષ ઘરડું છે. તે તેના શરીરમાં ઇન્ફ્લેમેશન (જૂની બીમારીઓ)ને કારણે થઇ રહ્યું છે. તેણે વધુ સાવચેતી રાખવાની જરૂર છે. આવા લોકોએ હૃદયના રોગો અને ટાઇપ-2 ડાયાબિટીસ બાબતે સવિશેષ કાળજી રાખવી જોઇએ.

 

(6:31 pm IST)