Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

૧૧ વર્ષની આ કિશોરી સામે કદાચ અમિતાભ બચ્ચન ઠીંગણા લાગશે

બીજીંગ, તા.૨૪: ચીનના જિનાન શહેરમાં એક પ્રાઇમરી સ્કૂલમાં ભણતી ઝેન્ગ ઝિયુ નામની ૧૧ વર્ષની છોકરી છઠ્ઠા ધોરણમાં ભણે છે, પરંતુ તેની હાઇટ ઓલરેડી ૨૧૦ સેન્ટિમીટર એટલે કે ૬ ફુટ અને ૯ ઇંચ જેટલી થઇ ગઇ છે. જરા જણાવી દઇએ કે અમિતાભ બચ્ચનની હાઇટ ૬ ફુટ અને ૧ ઇંચ એટલે કે ૧૮૫ સેન્ટિમીટર છે. ઝેન્ગના માતા અને પિતા બન્ને ભૂતપૂર્વ પ્રોફેશનલ બાસ્કેટબોલ પ્લેયર રહી ચુકયા છે અને બન્નેની હાઇટ છ ફુટ કરતાં વધુ છે. એવા સંજોગોમાં ઊંચાઇનો વારસો દીકરીને મળ. એ સ્વાભાવિક છે, પરંતુ હજી માત્ર ૧૧ વર્ષની ઉંમરે આટલીબંધી હાઇટ વધી જવીએ અચરજ પમાડનારું છે. ઝેન્ગ પહેલા ધોરણમાં હતી ત્યારે છે. ઝેન્ગ પહેલા ધોરણમાં હતી ત્યારે તેની હાઇટ પાંચ ફુટને પાર કરી ગઇ હતી. જે એવરેજ છઠ્ઠા ધોરણના વિદ્યાર્થી કરતાંય વધારે હતી. હાલમાં ઓફિશ્યલી સૌથી વધુ હાઇટ ધરાવવાનો રેકોર્ડ ઇગ્લેન્ડમાં રહેતી બાર વર્ષની સોફી હોલેન્સના નામે છે જેથી હાઇટ ૬ ફુટ બે ઇંચ છે ઝેન્ગના પેરન્ટ્સ ગિનેસ વર્લ્ડ રેકોડ્ર્સનો સંપર્ક કરે તો અચૂક સૌથી ઊંચી છોકરીનો ખિતાબ તેના નામે થઇ શકે છે.

(3:47 pm IST)