Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

બે પોલ વચ્ચે ૧૯ ફુટની અવળી ગુલાંટ ખાવાનો બન્યો વર્લ્ડ રેકોર્ડ

જિમ્નસ્ટિકસના એથ્લીટ્સ પોલ પર સ્પિનિંગ, બેલેન્સ અને ટ્વિવસ્ટ એન્ડ ટર્ન્સ કરવામાં માહેર હોય છે. જોકે ઇંગ્લેન્ડના લીડ્સ શહેરમાં એશ્લી વોટ્સન નામના જિમ્નેસ્ટે આંખો પહોળી થઇ જાય એવું અદ્ભુત સાહસ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો  છે. કરતબ છે જિમના એક પોલાથી બીજા પોલ પર બેકફિલપ કરીને સ્પિન કરવું. બન્ને પોલ વચ્ચે ખાસ્સું અંતર છે. પહેલા પોલ પર ૨૬ વર્ષનો એશ્લી ચડે છે અને અવળી છલાંગ મારવા માટે પોલ પર ત્રણ વાર સ્પિન કરે છે અને પછી એ પોલથી હાથ છોડીને અવળું ગુલાંટિયું ખાઇને બીજા પોલ પર લટકે છે અને ત્યાં પણ લગભગએ જ ગતિએ બોડીને સ્પિન કરે છે. એક પોલથી છૂટીને બીજા પોલને પકડેએ દરમ્યાન લગભગ ૧૯ ફુટ અને ૩ ઇંચ જેટલું અંતર તેનું શરીર હવામાં રહે છે. અને પછી જમીન પર એકદમ સ્થિર લેન્ડિંગ કરે છેે. જે નવો વિશ્વવિક્રમ છે.

આવું કરતબ આ પહેલાં બીજા કોઇએ ટ્રાય પણ નથી કયુંર્. એશ્લીએ પણ આ માટે ખૂબ પ્રેકિટસ કરી હતી અને આઠ વાર નિષ્ફળ પ્રયત્નો કર્યા પછી આ સફળતા મેળવી હતી.

(3:45 pm IST)