Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

રામ રાખે તેને કોણ ચાખે: સ્માર્ટ વોચે બચાવ્યો આ શખ્સનો જીવ

નવી દિલ્હી:સ્માર્ટ વોચ અને ફિટનેસ બેન્ડ જેવા ગેજેટ્સના શોખીન લોકોને ડિવાઈસના લાઈફ સેવિંગ ફિચર્સ અંગે જાણ હોવી ખૂબ જરુરી છે. તાજેતરમાં એપલ વોચમાં રહેલા લાઈફ સેવિંગ ફિચરના કારણે યુએસમાં એક વ્યક્તિનો જીવ બચ્યો હતો. તે વ્યક્તિ જ્યારે ચટ્ટાન પરથી પડયો ત્યારે એપલ વોચમાં હાર્ડ ફોલ ડિટેક્ટ થવાના કારણે ઈમરજન્સી નંબર લાગી ગયો હતો અને તેને તાત્કાલિક મદદ મળી હતી.

              

                  જેમ્સ પ્રુડેંસિયાનો(૨૮ વર્ષ) પોતાની મહિલા મિત્ર પૈગી પરુસો સાથે ન્યૂ જર્સીમાં આવેલા હાર્ટશોર્ન વુડ્સ પાર્કમાં ફરી રહ્યો હતો તે સમયે તેઓ સુકાયેલા પાંદડાઓના ઢગલાંઓ વચ્ચે લપસીને એક ચટ્ટાનના ઢાળે પહોંચી ગયા હતા. પાંદડાઓના કારણે લપસીને તેઓ એક નદીમાં ખાબક્યાં હતા અને જેમ્સ વધુ આગળ સુધી ઢસડાઈને એક ચટ્ટાન સુધી પહોંચી ગયો હતો.

(6:31 pm IST)