Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

નાસાને મોટો ઝટકો: ચંદ્રયાન-2 વિક્રમ લેન્ડરનું લોકેશન શોધવામાં મળી અસફળતા

નવી દિલ્હી :યુએસ સ્પેસ એજન્સી નાસા ફરીથી ચંદ્રયાન-2 ના વિક્રમ લેન્ડરને શોધવા માટે નિષ્ફળ રહ્યું છે. મહિનાની શરુઆતમાં વિક્રમના ઉતરવાના સ્થાનથી નાસાના અવકાશયાન દ્વારા લેવામાં આવેલી તસવીરોમાં લેન્ડર જોવા મળ્યો નથી. નાસાના એક વૈજ્ઞાનિકે કહ્યું છે કે, અંતરિક્ષયાન વિક્રમ શોધી શક્યો નથી. પહેલુ કારણ છે કે, વિક્રમ તેના સ્થળની બહાર છે. જેના ફોટા અમેરિકન એજન્સીએ લીધા છે. બીજું કારણ છે કે, લેન્ડર્સ ચંદ્રના તે ભાગમાં છે, જ્યાં પડછાયો રહેલો છે. ભારતમાં 978 કરોડની કિંમતવાળી ટેકસ્ટ બુક સ્ટાઇલમાં ચંદ્રયાન-2 લોન્ચ કરવામાં આવ્યુ હતુ. 1. ઓર્બિટર(2379 કિલો,8 પેલોડ) ,2. વિક્રમ (1471 કિલોગ્રામ, 4 પોલાડ) અને 3. પ્રજ્ઞાન (27 કિલો,2 પોલાડ) એમ ચંદ્રયાન-2 ત્રણ ભાગમાં હતું.

(6:30 pm IST)