Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

પશ્ચિમી મેક્સિકોમાં વિમાન દુર્ઘટનાનું શિકાર બનતા પાંચ લોકોના મૃત્યુથી અરેરાટી

નવી દિલ્હી: પશ્ચિમી મેક્સિકોના મીકોઆકન રાજ્યના અધિકારીઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક નાનું વિમાન દુર્ઘટનાનું શિકાર થતા ઓછામાં ઓછા પાંચ લોકોના મૃત્યુ થયા છે તેમજ હજુ સુધી મૃતક આંક ચોક્કસ નથી થયો.

      વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે માંદેરો નજીક લાસ જુતાંસમાં વિમાન દુર્ઘટનાનું શિકાર બન્યું હતું દુર્ઘટના થવા પાછળના કારણની તપાસ ચાલી રહી છે હજુ સુધી મૃતક લોકોનો કોઈ પ્રારંભિક આંકડો બહાર નથી આવ્યો.

(6:29 pm IST)