Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

ઉ. કોરીયામાં રહેલી દ. કોરીયાની ઇમારતોને ટેન્કથી ફુંકી મારો

પાગલ કિમ જોંગ ઉન નો નવો આદેશ

ઉત્તર કોરીયાના નેતા કિમ જોંગ ઉને ઉતર કોરીયાના ડાયમંડ માઉન્ટન રિસોર્ટમાં આવેલ દક્ષિણ કોરીયાએ બનાવેલ હોટલો અને અન્ય પર્યટન ભવનો નષ્ટ કરવાનો આદેશ આપ્યો છે.ઉત્તરકોરીયા આવું એટલા માટેકરી રહયું છે કેમ કે દક્ષિણ કોરીયા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોની અવહેલના નહીં કરે અને જગ્યાએ પોતાના પર્યટનને ચાલુ રાખશે. ઉત્તર કોરીયાની સરકારી સવાંદ સમિતી કોરયન સેન્ટ્રલ ન્યુઝ એજન્સીએ ગઇકાલે કહયું કે, કિમે રીસોટની મુલાકાત લીધી અને તેની સુવિધાઓને જર્જરીત અને રાષ્ટ્રીયતાના અભાવ વાળી ગણાવી હતી.

સમાચારો અનુસાર કિમે પોતાના સ્વર્ગસ્થ પિતાના સમયની ઉત્તર કોરીયાની એ નીતીઓની ટીકા કરી હતી, જે મોટા ભાગે દક્ષિણ કોરીયા પર નિર્ભર હતી. કેસીઓ ના રિપોર્ટ અનુસાર કિમે દક્ષિણ કોરીયાના અધિકારીઓ સાથે આ મુદ્દે ચર્ચા કર્યા પછી પોતાના અધિકારીઓને દક્ષિણ કોરીયા દ્વારા નિર્મીત ઓછા આકર્ષક મકાનો નષ્ટ કરવાના અને પોતાની રીતે નવા આધુનિક સેવા ભવનો નિર્માણ કરવાના આદેશો આપ્યા હતા. ડાયમન્ડ માઉન્ટનમાં ૨૦૦૮ માં એક પર્યટકના મોત પછી દક્ષિણ કોરીયાએ ત્યા પર્યટન બંધ કરી દીધુ હતું.

(3:25 pm IST)