Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

૪૦ કિલો ઉન આપીને વિશ્વવિક્રમ સર્જનારા ઘેટાએ દુનિયામાંથી લીધી વિદાય

અમુક રેકોડ્સ બનાવીને વિશ્વમાં કેટલાક પ્રાણીઓ પણ જબરા ફેમસ થઈ ગયાં હોય છે. ૨૦૧૫માં સૌથી વધુ ઊન આપવાનો રેકોર્ડ બનાવનાર ઓસ્ટ્રેલિયાનું ક્રિસ નામનું વેટું એના લુક અને ૪૦.૧ કિલો ઊન આપવા બદલ વર્લ્ડ ફેમસ થઈ ગયું હતું. મરીનો પ્રજાતિના આ વેટાંની એવરેજ ઉંમર દસ વર્ષની હોય છે. ચાર વર્ષ પહેલાં ક્રિસને કેનબેરાથી રેસ્કયૂ કરવામાં આવ્યો હતો. એ સમયે તેના વાળનું વજન જોઈને નિષ્ણાતો દંગ રહી ગયેલા. એ વખતે તેના શરીરના કદ અને વજન કરતાં પાંચ ગણો ઊનનો જથ્થો હતો. ક્રિસ જંગલમાં રખડતો હતો એટલે કોઈએ એ ઊન ઉતાર્યું પણ નહોતું. જયારે એનું ઊન કાઢવામાં આવ્યું ત્યારે એ વર્લ્ડ રેકોર્ડ બની ગયો હતો.

(3:16 pm IST)