Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

અલ્જીરિયા: હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનામાં 8નવજાત બાળકોના મોત

નવી દિલ્હી: અલ્જીરિયાના અલ-ઓદ પ્રાંતના એક બાળ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનામાં આંઠ નવજાત બાળકોના મોત નિપજ્યા છે. નાગરિક સુરક્ષા વિભાગે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આગ લાગવાના કારણે આંઠ નવજાત બાળકોના મોત નિપજ્યા છે તેમજ 76 લોકોને સુરક્ષિત બહાર કાઢીને બચાવી લેવામાં આવ્યા છે. જેમાં 11 નવજાત બાળકો 37 મહિલાઓ અને 28 હોસ્પિટલ કર્મચારીઓનો સમાવેશ થઇ રહ્યો છે.

સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આગ મચ્છર મારવાના ઉપકરણના કારણોસર લાગી હતી પરંતુ સ્થાનિક અધિકારીઓ હજુ પણ આગ લાગવા પાછળના કારણની તપાસ કરી રહ્યા છે.

(7:24 pm IST)