Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

હવે દુનિયાના આતંકવાદી થઇ રહ્યા છે હાઈટેક: ડ્રોનની મદદથી કરી રહ્યા છે હુમલો અને હથિયાર સપ્લાઈ

નવી દિલ્હી: ટેક્નોલોજી જેમ જેમ વિકસિત થતી જઈ રહી છે તેવી રીતે આતંકી પણ તેનો ખુબજ ઉપયોગ કરી રહ્યા છે હજુ સુધી ડ્રોનનો ઉપયોગ લગ્નમાં વિડીયો રેકોર્ડ કરવા માટે કરવામાં આવતો હોય છે ત્યારે આતંકવાદી પણ તેનો ઉપયોગ કરી રહ્યા છે આતંકવાદી હવે હાઈટેક થઇ ગયા છે અને તે ડ્રોનનો ઉપયોગ આતંકી હુમલો કરવા અને હથિયારની હેરફેર કરવામાં કરે છે.

સાઉદી અરબની અરામકો કંપની પર થયેલ વિસ્ફોટ અને રવિવારના રોજ ડ્રોનના માધ્યમથી અમૃતસરમાં જપ્ત કરવામાં આવેલ એકે-4 રાઇફલ પછી વાતને વધારે બળ મળી ગયું છે હવે આતંકવાદી ડ્રોનનો પણ ઉપયોગ કરી રહ્યા છે. અને ડ્રોનની મદદથી તે હથિયારની હેરફેર પણ કરી રહ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે

(7:19 pm IST)