Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

બાવીસ વર્ષની યુવતીની આંખમાંથી રોજ નીકળે છે ક્રિસ્ટલના પ૦ આંસુ

લંડન, તા. ર૪ : આર્મેનિયાના સ્પેન્ડેરિયન ગામમાં રહેતી સેટેનિક કાજેરિયન નામની એક યુવતીની હાલત જોઈને ડોકટરો પણ અચંબામાં છે. સામાન્ય રીતે આંસુ પ્રવાહી હોય, પણ આ બહેનની આંખોમાંથી લિટરલી ક્રિસ્ટલ જેવાં કડક આંસુ નીકળે છે. ડોકટરો હેચન છે કે તેની આંખમાંના આંસુ ક્રિસ્ટલ જેવા કેવી રીતે બની ગયા છે. સેટેનિક એક બાળકની મા છે અને તેનો પરિવાર ખેતી કરે છે. તેની પાસે એટલા પૈસા નથી કે મોંદ્યી સારવાર કરવી શકે. સેંટનિક ખેતરમાં કામ કરી રહી હતી ત્યારે આંખોમાં જાણે ધૂળ પડી ગઈ હોય એવું લાગેલું. આંખમાંથી કણાની જેમ કશુંક ખૂંચવા લાગ્યું અને જોયું તો એ ક્રિસ્ટલ હતાં. તરત જ તે આ ટ્રાન્સપરન્ટ કટકા લઈને આંખના નિપ્ણાત પાસે ગઈ. શરૂઆતમાં ડોકટરે દવાઓ આપી જેનાથી આંસુ નીકળવામાં રાહત મળી. જોકે હવે તો તો ક્રિસ્ટલ્સ નીકળવાનું પ્રમાણ પણ વધ્યું છે અને તકલીફ પણ વધુ થાય છે. ડોકટરો પણ આ સ્થિતિ જોઈને હેરાન છે તેમને પણ આ રોગ શું છે એ સમજાતું નથી.

શરૂઆતમાં તો આ ક્રિસ્ટલ્સને તેમણે ગ્લાસમાં સંદ્યરી રાખવાનું શરૂ કરેલું. એમ છતાં ડાઙ્ખકટરને તેમની વાત માન્યામાં નહોતી આવતી. પહેલાં તો યુવતી ગપ્પા મારે છે એમ સમજીને ડોકટરે પણ તેને કિલનિકમાંથી કાઢી મૂકેલી, પણ જયારે તેમની સામે ક્રિસ્ટલનાં આંસુ નીકળવા લાગ્યા ત્યારે તેઓ વિચારમાં પડ્યા. આ કેસ વિશે આર્મેનિયાના સ્વાસ્થ્ય મંત્રાલયને પણ જાણ થઈ છે અતે ડેપ્યુટી પ્રધાને આ કેસનો સ્ટડી કરીને મૂળ કારણ સમજીને એનો ઇલાજ કરવાની કોશિશ થશે એવી બાંયધરી આપી છે.

રશિયન નિષ્ણાત તાત્યાના શિલોવાનું કહેવું છે કે આંસુમાં પ્રોટીન, સોલ્ટનું પ્રમાણ હોય છે અને વધુપડતા નમક કે પ્રોટીનને કારણે પણ આંસુ દ્યન થઈ જાય એવું સંભવ છે. દ્યણી વાર લિવર અને આંતરિક અવયવોમાં પણ આવા ક્રિસ્ટલ્સ થઈ શકે છે. આંખમાંના ક્રિસ્ટલ આંસુ હકીકતમાં શરીરની અંદરની બીજી કોઈ તકલીફના પ્રાથમિક લક્ષણો હોય એવું પણ સંભવ છે.

(3:32 pm IST)