Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

આ તમને ખબર છે?

. વરિયાળી સાથે આદુ અથવા જીરાનું સેવન કરવાથી પેટની બળતરા તથા પાચન ક્રિયામાં લાભ થાય છે.

. હલતા દાંત અટકાવવા મોંમાં તલના તેલના કોગળા ભરી રાખવાથી ચાર-છ મહિનાના પ્રયોગ બાદ દાંત બરાબર ચોંટી જાય છે.

. ઘઉંના લોટમાં શક્કરિયાનો લોટ મેળવીને રોટલી ખાવામાં આવે તો થોડા દિવસોમાં જ શરીરનું વજન વધવા લાગે છે.

. શેરડીના રસમાં આદુનો રસ નાખી પીવાથી કફ થતો નથી અને કફની તકલીફ મટે છે.

. એક ગ્લાસ ઠંડા પાણીમાં થોડો લીંબુનો રસ મેળવી પ્રાતઃકાળે પીવાથી કબજિયાતમાં ખૂબ જ ફાયદો થાય છે.

. ખોરાક પચતો ન હોય તેમણે જીરૂ શેકીને સંતરાના રસમાં ભેળવી પીવું જોઈએ. પેટનો ગેસ તથા અપચો દૂર થશે.

. ત્રણ ચમચી નાળિયેરના તેલમાં કપૂર મેળવીને રાત્રે વાળના મૂળમાં ઘસીને સવારે વાળ ધોવાથી જૂ-લીખ સાફ થઈ જાય છે.

(9:48 am IST)