Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

ઇરાકના બગદાદમાં વિસ્ફોટની ઘટના: 4 મોતને ભેટ્યા: અન્ય ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: ઇરાકની રાજધાની બગદાદના બાબીલ પ્રાંતમાં શુક્રવારના રોજ એક મોટરસાયકલમાં જોરદાર વિસ્ફોટ થતા ઓછામાં ઓછા ચાર લોકો મોતને ભેટ્યા છે તેમજ 30થી વધુ લોકોને ગંભીર રીતે ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

   સિન્હુઆ પ્રાંતના એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ શુક્રવારના સાંજે રાજધાની બગદાદમાં 80 કિમિ દૂર મુસાસાયબ શહેરમાં ભીડભાડ વાળી  જગ્યામાં થયો હતો અને વિસ્ફોટ એટલોબધો જોરદાર હતો કે આસપાસની દુકાનો અને ઘણીબધી બિલ્ડીંગોને પણ નુકશાની પહોંચી છે.

(12:43 pm IST)