Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

ક્યુબાના તાનાશાહ ફીદેલ કાસ્ત્રોના પાલતુ મગરોનો ત્રાસ: સ્વીડનના વૃધ્ધનો હાથ ખાઈ જતા લોકોમાં ભયનો માહોલ

નવી દિલ્હી: સ્વીડનના સ્કાનસેન એકવેરિયમમાં એક મગરે 70 વર્ષીય એક વૃદ્ધને ગંભીર રીતે ઇજા પહોંચાડી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એકવેરિયમમાં એક પાર્ટી ચાલી રહી હતી ત્યારે એક વ્યક્તિ અહીંયા લોકોને સંબંધિત કરી રહ્યા હતા ત્યારે અસાવધાનીથી તેમનો હાથ બીજી તરફ ચાલી ગયો હતો અને મગરે તેને નિશાન બનાવી લીધો અને હાથને પોતાનું ભોજન બનાવી લીધું હતું.

 

    કહેવાય રહ્યું છે કે ક્યુબા પ્રજાતિના મગર ખુબજ આક્રમક હોય છે અને એકવેરિયમમાં બે મગર છે એકનું નામ છે કાસ્ત્રો અને બીજાનું નામ છે હિલેરી કાસ્ત્રોએ એક 70 વર્ષીય વૃધ્ધનો હાથ ખાઈ જતા લોકોમાં હવે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

(12:41 pm IST)