Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

ફિટ રહેવા માટે કરો ભાંગડા, હેલ્થની થઇ જશે ' બલ્લે-બલ્લે'

નવી દિલ્હી તા ૨૪ : કેનેડાના પી.એમ. ટુડીને તમે ભાંગડા કરતાં જોયા હશે. એટલુ જ નહીં આઇસ ડાન્સિંગ ચેમ્પિયન ડેવિસ અને વોઇટે પણ ગત ઓલંપિકમાં પોતાના ડાન્સમાં થોડા ભાંગડા મિકસ કર્યા હતા. ઉપરાંત અમેરિકા ગોટ ટેલેન્ટ કોર્નિલે ભાંગડા કરીને ધૂમ મચાવી હતી. સોશિયલ મિડિયા પર ભાંગડા સ્ટાર્સની ઉન્નતિ થતાં પંજાબનો આ ફોક ડાન્સ લોકોને ખુબ જ સરળ અને ટ્રેંડી લાગે છે. આ જ કારણે ભાંગડા શીખવાના કલાસિસ પણ ફેમસ થઇ રહ્યા છે. જોકે આ કલાસિસ ફેમસ થવાનું એક કારણ ફિટનેસ પણ છે.

ફિટનેસ રૂટિનમાં સામેલ કરવાનો ટે્રંડ

ભાંગડા એક એનર્જેટિક ડાન્સ ફોર્મ છે, જેમાં સમગ્ર બોડીનું વર્કઆઉટ થઇ જાય છે. આ જ કારણ છે કે આ ડાન્સને હવે ફિટનેસ રૂટિનમાં સામેલ કરવાનો ટ્રેંડ વધી રહ્યો છે. જો તમે હાર્ટને હેલ્ધી અને બોડીને શેપમાં રાખવા માગતા હોવ તો ભાંગડા વર્ક આઉટ ટ્રાય કરો. કલાસમાં ૭૫૦૦ સ્ટેપ્સ કરશો અને તમારો સ્ટેમિના વધી જશે, મનોરંજન અને ફિટનેસ વચ્ચે એક શાનદાર બેલેન્સ જોવા મળશે. ભાંગડા કરતા કોઇ અનુભવી વ્યકિતને પુછશો તો તે પણ એ જ કહેશે કે ફિટનેસ માટે ભાંગડા બેસ્ટ છે.

જબરદસ્ત કાર્ડિઓ એકસરસાઇઝ છે ભાંગડા

ઝુંબાની જેમ નવા જમાનામાં ભાંગડા પણ જબર દસ્ત  કાર્ડિઓ એકસરસાઇઝ છે, જેમાં તમારી બોડીમાંથી  દરેક નેગેટિવ વસ્ત ુુપરસેવા થકી નીકળી જાય છે. અને તમે ફ્રેશ મહેસુસ કરશો. ડેનમાર્કની ભાંગડા ડાન્સર ક્રિસ્ટન માયર કહે છે કે, ભાંગડા કરતી વખતે દિલ, દિમાગ અને આત્મા બધા ડાન્સ કરે છે. પગમાં થોડો દુખાવો ચોક્કસ થાય છે, પરંતુ મજા ખુબ આવે છે. તમારી અંદર નવી સ્ફુર્તિનો સંચાર થાય છે અને બધા દર્દ ભુલી જવાય છે.

ફીલ ગુડ ફેકટર

ભાંગડાના સ્ટેપ્સ પણ સરળ છે. ભાંગડાની એ ખુબી છે કે ડાન્સ મૂવ્સને પોતાની રીતે સરળ સ્ટેપસ બનાવી શકાય છે. સામાન્ય રીતે ભાંગડા કલાસિસ દેશી ડાન્સ અને હિપ-હોપ સ્ટેપ્સનું ફયુઝન કરે છે, જેમાં ખભા અને પગની મૂવમેન્ટ એક સરખી જાળવી રાખવાની હોય છે. ક્રિસ્ટન માયર કહે છે કે, સોૈથી સારા ભાંગડા કલાસ એ હોય છે જયાં હાથ-પગની મૂવમેન્ટ રિધમમાં રાખતા શીખવવામાં આવે. મારા કલાસમાં લોકોને હું સંકોચ વિના ડાન્સ કરવાની સલાહ આપું છુ. સહજ રહીને સરળતાથી ડાન્સ શીખી શકાય છે.

ભાંગડાથી પગ,કમર અને કમરના પાછળના ભાગની માંસપેશીઓ મજબુત બને છે. જમીન પર જોરથી પગ પછાડીને ડાન્સની ગતિ પણ વધારી શકો છો, હાથને સ્પીડમાં હલાવવાથી ખભા અન ેપીઠની માંસપેશીઓ મજબુત થાય છે., એક સ્ટેપથી બીજા સ્ટેપ તરફ જશો ત્યારે મહેસુસ કરશો કે તમારૂ શારીરીક હલનચલન અને એબ્સ મજબુત થાય છે.

(3:40 pm IST)