Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

ચેરી ખાવાના અનેક ફાયદા

ચેરી એ ચોમાસા અને ગરમીમાં આવતુ ફળ છે. આ ખાટી-મીઠ્ઠી ચેરી ખાવામાં જેટલી ટેસ્ટી છે એટલી જ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેમાં રહેલ કાર્બોહાઈડ્રેટ વિટામીન એ, બી અને સી, બીટા કેરોટીન, કેલ્શિયમ, આર્યન, પોટેશિયમ, ફોસ્ફરસ શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. આ પોષકતત્વોના કારણે ચેરીને સુપરફુડની શ્રેણીમાં રાખવામાં આવે છે. આ પોષકતત્વો અનેક સમસ્યા દૂર કરવામાં મદદરૂપ થાય છે. જો તમે દરરોજ ૧૦ ચેરી ખાવ તો કેટલીય બીમારીઓથી બચી શકાય છે.

આંખો માટે ફાયદાકારક : ચેરીમાં વિટામીન એ ભરપુર માત્રામાં હોય છે. તેને ખાવાથી આંખો સંબંધી સમસ્યાઓ થતી નથી. જે લોકોને મોતીયાની ગંભીર સમસ્યા હોય તેને દરરોજ ચેરી ખાવી જોઈએ.

યાદશકિત વધારે : ચેરીમાં યાદશકિત વધારનાર ગુણ હોય છે. જે લોકોને વાતો અથવા વસ્તુ ભુલવાની બીમારી હોય તેના માટે ચેરી ફાયદાકારક હોય છે.

અનિંદ્રાની સમસ્યાથી છુટકારો : ચેરીમાં મેલાટોનિનની વધારે માત્રા હોય છે. જે અનિંદ્રાની ગંભીર સમસ્યાથી છુટકારો અપાવે છે. દરરોજ સવાર-સાંજ ૧ ગ્લાસ ચેરીનું જ્યુસ પીવાથી સારી ઉંઘ આવશે.

હાડકા મજબુત : આજકાલ ઘણા લોકોના હાથ-પગના હાડકામાં દર્દ થવા લાગે છે અથવા હાડકા સંબંધી કેટલીય સમસ્યાઓ થવા લાગે છે. હાડકાની સમસ્યાઓથી રાહત મેળવવા માટે દરરોજ ચેરીનું સેવન કરો.

હૃદયને સ્વસ્થ રાખે : ચેરીમાં આયરન, મેંગેનીઝ, ઝીંક, પોટેશિયમ, વગેરે પોષ્ટિક તત્વો હોય છે. ઉપરાંત બીટા કેરોટીન તત્વ પણ હોય છે. જે હૃદયની બીમારીઓને દૂર કરવામાં ભરપુર મદદ કરે છે.

(9:34 am IST)