Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

હરસની સમસ્યા દૂર કરવા કરો આ ઉપાય

હરસની સમસ્યા ખૂબ જ પીડાકારક હોય છે. કયારેક કબજીયાત તો કયારેક અન્ય કારણોને લીધે હરસની સમસ્યા થાય છે. તેના ઉપચાર માટે લોકો દવા લે છે. પરંતુ, જરૂરી નથી કે માત્ર દવાથી જ હરસનો ઈલાજ કરવામાં આવે. કેટલાક સરળ ઉપાય દ્વારા પણ હરસની સમસ્યા દૂર કરી શકાય છે.

હરસના કારણે વ્યકિતને અસહનીય દર્દનો સામનો કરવો પડે છે. પરંતુ, આ બળતરા અને દુઃખાવાથી રાહત મેળવવા માટે એલોવેરાનો ઉપયોગ કરી શકાય છે. તેના એન્ટી-ઈમ્ફલેમેન્ટરી ગુણ બળતરા ઓછી કરી રાહત અપાવે છે. તેના ઉપયોગ માટે થોડુ એલોવેરા જેલ લઈ તેને પાછળના ભાગે પાસે લગાવો અને ધીમે-ધીમે મસાજ કરો.

મીઠુ પણ હરસમાંથી રાહત અપાવવામાં મદદ કરે છે. તેના માટે તમે ગરમ પાણીમાં સિંધા લુણ નમક મિકસ કરી સ્નાન કરો. લેટ્રીન ગયા પછી કર્યાના ૨૦ મિનીટ ગરમ પાણીથી સ્નાન કરવાથી તે હરસ માટે રાહતરપ થાય છે.

ઓલીવ ઓઈલના એન્ટી-ઈન્ફલેમેટરી અને એન્ટી-ઓકિસડેન્ટ ગુણ હરસની સમસ્યાને દૂર કરવામાં મદદગાર છે. ઉપરાંત તે કોશિકાઓના લચીલાપનને વધારવામાં મદદ કરે છે. તેનાથી સોજો ઓછો આવે છે.

(9:34 am IST)