Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

તમારી આ આદતો કિડની ખરાબ કરી શકે છે

કિડની આપણા શરીરનું એક ખૂબ જ મહત્વનું અંગ છે. શરીરને યોગ્ય રીતે કામ કરવા માટે કિડની સ્વસ્થ હોવી જરૂરી છે. પરંતુ, તમારી કેટલીય આદતો કિડનીને નુકશાન પહોંચાડે છે.

 જો તમે ખાવામાં વધારે મીઠુ (નમક)નું સેવન કરો છો તો સાવધાન! કારણ કે મીઠામાં સોડીયમ હોય છે. તેનું વધારે માત્રામાં સેવન કરવાથી બ્લડ પ્રેશર વધી જાય છે અને તમારી કિડનીને અસર કરે છે.

 કિડનીને યોગ્ય રીતે કામ કરવા માટે પાણી વધારે માત્રામાં પીવુ જોઈએ. પાણી પીવાથી શરીરમાં રહેલ વિષકત પદાર્થ બહાર નીકળી જાય છે અને તમારી કિડની ફેઈલ થવાનું જોખમ રહેતુ નથી.

તેથી જો તમે વધારે મીઠુ ખાવાના શોખીન છો તો આ આદતને બદલવી જોઈએ. તેનાથી કિડનીને નુકશાન પહોંચે છે.

(9:34 am IST)