Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

ફિનલેન્ડના શ્વાનને આપવામાં આવી રહી છે ખાસ પ્રકારની તાલીમ:સૂંઘીને જ ઓળખી જાય છે કોરોના વાયરસને

નવી દિલ્હી: કોરોના વાયરસ સામે જંગ માટે ફિનલેન્ડમાં હવે કૂતરાઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. કૂતરા સૂંઘીને કોરોના વાયરસ વિશે જાણકારી મેળવી લે છે. હેલસિંકી યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા અનુસાર, કૂતરાને કોવિડ-19ના વાયરસને સૂંઘીને ઓળખવાની ટ્રેનિંગ આપવામાં આવી છે. હાલ સામાન્યરીતે લોહીની તપાસ અથવા પીસીઆર ટેસ્ટ દ્વારા કોરોના વાયરસ વિશે જાણકારી મેળવવામાં આવે છે. કોરોના વાયરસ સામે જંગ માટે ફિનલેન્ડમાં હવે કૂતરાઓને ટ્રેનિંગ આપવામાં આવી છે. કૂતરા સૂંઘીને કોરોના વાયરસ શોધી રહ્યા છે.

             મીડિયા રિપોર્ટ અનુસાર, ફિનલેન્ડના સંશોધકોએ કોરોના વાયરસ પીડિત દર્દીઓના યૂરિનના નમૂના લઈને કૂતરાઓને કોવિડ-19 વાયરસને પકડવાની ટ્રેનિંગ આપવામાં આવી છે. શોધ સાથે સંકળાયેલા અન્ના હેઈલ્મ-બજોર્કમેને કહ્યું, શોધ અમારી અપેક્ષા કરતા ઘણી સારી રહી. કૂતરાઓએ પહેલા કેન્સર અને અન્ય બીમારીઓની ઓળખ કરી છે, પરંતુ અમે ખૂબ આશ્ચર્યચકિત રહી ગયા કે, કેટલી સરળતાથી કૂતરાઓએ કોરોના વાયરસની ઓળખ કરી લીધી.

(6:01 pm IST)