Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

કોરોના બાદ હવે પૃથ્વીની નજીક આવી રહ્યું છે ઉલ્કાપિંડ:સંશોધન

નવી દિલ્હી: પહેલા કોરોનાની મહામારી પછી અમ્ફાની વાવાઝોડા બાદ હવે વધુ એક આફત આવવાની છે. તે આકાશમાંથી આવતી હોનારત છે અને દિવસ પછી પૃથ્વીમાંથી પસાર થશે. હા, ૨૪ જૂને, એક ખૂબ મોટો ગ્રહ પૃથ્વી પાસેથી પસાર થશે. એસ્ટરોઇડ દિલ્હીના કુતુબ મીનારથી ચાર ગણો અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા ત્રણ ગણો મોટો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂનમાં પૃથ્વી પરથી પસાર થતો ત્રીજો ગ્રહ છે. અગાઉ અને જૂને એસ્ટરોઇડ પૃથ્વી પરથી પસાર થયા હતા. ઉલ્કાનું નામ ૨૦૧૦એનવાય૬૫ છે. ઉલ્કા પૃથ્વી તરફ ૪૬,૪૦૦ કિ.મી.ની ઝડપે આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ૨૪ મી જૂને બપોરે ૧૨ વાગ્યે ઉલ્કા પૃથ્વીની નજીકથી પસાર થશે.

(6:36 pm IST)