Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

સ્વિટ્ઝરલેન્ડમાં સાહસના ફેસ્ટિવલની રોમાંચક ઉજવણી

આમ તો કોવિડ-૧૯ને કારણે દુનિયાભરમાં યોજાતી ફેમસ ઇવેન્ટ્સ મુલતવી રખાઈ છે, પરંતુ સ્વિટ્ઝરલેન્ડના મોન્ટ્રીકસ શહેર પાસે આવેલી ગ્લેશિયર ૩૦૦૦ નામની જગ્યા સાહસિકો માટે જન્નત છે. અહીં દર વર્ષે એર શો થાય છે જેમાં લોકો દિલધડક સ્ટન્ટ્સ કરે છે. આ વર્ષે એર શો ઇવેન્ટ લોકો માટે તો બંધ હતી, પરંતુ યુરોપના છ ડેરડેવિલ સ્ટન્ટબાજોને અહીં કરતબ બતાવવાની છૂટ અપાઈ હતી. લગભગ એક મહિનાથી જેની તૈયારી ચાલતી હતી એ કાર્યક્રમમાં ગઈ કાલે દિલધડક સ્ટન્ટ્સ થયા હતા.

ઇટલીની શીલા નિકોલોડી નામની આર્ટિસ્ટે સમુદ્રથી લગભગ ૩૦૦૦ ફુટની ઊંચાઈએ પોલ-ડાન્સ કર્યો હતો.

સ્વિસ એકોબેટ ફ્રેડી નોકે કેબલ કાર પર બાઇસિકલ બેલેન્સિંગ એકટ પર્ફોર્મ કર્યો હતો. સ્વિસ એકોબેટ રેમન કેથ્રિનરે ગ્લેશિયર ૩૦૦૦ એર શોમાં ઊંચા થાંભલા પર બેલેન્સ કરીને રૂવાડાં ખડાં કરી દીધા હતા.

(3:24 pm IST)