Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

મ્યાંમારમાં થયેલ એક સંઘર્ષમાં 40 સૈનિકોના મોત

નવી દિલ્હી: મ્યાંમારની લોકશાહી ધરાવતી સરકારને હટાવીને સત્તા પર કબજો જમાવી બેઠેલી સેનાએ હવે લોકોના આક્રોશની કિંમત ચુકવવી પડી રહી છે. વિરોધના સૂર દબાવવા ગોળીઓનો સહારો લઈ રહેલી મ્યાંમાર આર્મી પોતાના લોકોના વિરોધનો સામનો કરી રહી છે. એક અહેવાલ પ્રમાણે કાયા રાજ્યમાં સ્થાનિક વિદ્રોહીઓની કરેન્ની પીપલ્સ ડિફેન્સ ફોર્સ (પીડીએફ) સાથેના સંઘર્ષમાં મ્યાંમાર સેનાના 40 સૈનિકોના મોત થયા છે અને અનેકને ઈજાઓ પહોંચી છે.

ગૃહયુદ્ધની આશંકાથી ડરેલા લોકોએ પલાયન પણ શરૂ કરી દીધું છે. પીપલ્સ ડિફેન્સ ફોર્સ સાથે સંકળાયેલા વિદ્રોહીઓના અહેવાલ પ્રમાણે રવિવારે સવારે શાન-કાયા રાજ્યની સરહદે મો-બાય ખાતે તેમની સેના સાથે અથડામણ થઈ હતી. તેમાં મ્યાંમારની સેનાએ સામાન્ય લોકોના ઘરો પર ફાયરિંગ કરીને 2 નાગરિકોને ઘાયલ કરી દીધા હતા અને અનેક ઘરોને નુકસાન પણ પહોંચાડ્યું હતું.

(6:16 pm IST)