Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ઉત્તર કોરિયાએ પોતાની ન્યુક્લિયર ટેસ્ટ સાઈટને ધ્વસ્ત કરી નાખી:વચનનું પાલન કર્યું

ઉત્તર કોરિયાએ પોતાના વચનનું પાલન કરતા આજે પોતાની ન્યુક્લિયર  ટેસ્ટ સાઇટ પાન્ગિ-રીને ધ્વસ્ત કરી નાખી છે  અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસો પહેલાં નોર્થ કોરિયાએ વિદેશી મીડિયા સમક્ષ એવું કહ્યું હતું કે તે પોતાની ન્યુક્લિયર ટેસ્ટ સાઇટ પાન્ગિ-રીનો નાશ કરશે આગામી મહિને ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ઐતિહાસિક મુલાકાત થનાર છે જોકે આ અંગે છેલ્લા દિવસોમાં કેટલીક અવઢવ પણ ઉભી થઇ છે

(7:49 pm IST)