Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

આ ઈદ પર પહેરો આ સ્પેશ્યલ ડ્રેસ

આ રમઝાન ઈદ પર મેળવો મોર્ડન અને શાહિ લુકઃ સુંદરતાને લગાવો ચાર ચાંદ

મુસ્લિમ સમુદાયનો પવિત્ર માસ રમઝાન મહિનો ચાલી રહ્યો છે. ગુરૃવારે પહેલુ રોઝુ રાખવામાં આવ્યું હતું. રમઝાન મહિના બાદ ઈદનો પવિત્ર તહેવાર આવે છે. તે તહેવાર માટે ડ્રેસ પણ ખાસ હોવો જ જોઈએ. તો તમે આવી રીતે ઈદ માટે ડ્રેસની પસંદગી કરી શકો છો.

 તમે નેટ ઓપન શર્ટ સ્ટાઈલ ડ્રેસ ફોલો કરી શકો છો. આ ડ્રેસને લેસ અને ભરતકામથી ખૂબજ સુંદર રીતે ડીઝાઈન કરવામાં આવ્યો છે.

 જો તમે મોર્ડન અને સ્ટાઈલીશ લુક ઈચ્છો છો તો આ પ્રકારનો ડ્રેસ પસંદ કરી શકો છો. કુર્તિ અને સ્લીવને ફલાવર ડિઝાઈન કરી ડેકોરેટ કરવામાં આવી છે.

 ઈદના દિવસે તમે અનારકલી શૂટ પણ પહેરી શકો છો. આખા પ્લેન શૂટ પર સામાન્ય ભરતકામ અને લેસથી ડિઝાઈન કરેલ અનારકલી શૂટ તમને સાદો અનેે સુંદર લુક આપશે.

 જેકેટ અનારકલી શૂટ તમને સુંદર લુક આપશે. જેમાં લેસ અને સાદુ ભરતકામ કરી સુંદર રીતે ડિઝાઈન કરેલ છે.

(9:32 am IST)