Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

કોરોનની અસર ઓછી જોવા મળતા ચીનમાં થિયેટરો ખોલવા પર મળી ગઈ મંજૂરી

નવી દિલ્હી: મોટા ભાગના દેશોમાં આ વાયરસના કારણે લોક ડાઉન કરવામાં આવ્યું છે. ચીનમાં પણ લાંબા સમયથી લોક ડાઉનનો દોર ચાલી રહ્યો છે જેમાં થિયેટરો સહિતના મોટાભાગના જાહેર સ્થળો બંધ કરાયા હતા.

જો કે સમાચાર અનુસાર, હવે ચીનમાં વાયરસ મોટા પ્રમાણમાં કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસથી પ્રભાવિત થયેલા લોકોના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને, ચીની વહીવટીતંત્રે હવે થિયેટરો ખોલવાની મંજૂરી આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીને તેના કુલ 17 હજારથી વધુ થિયેટરોમાંથી 500 સિનેમાઘરો ખોલવાની મંજૂરી આપી છે. આ સિનેમાઓ મોટાભાગે એવા વિસ્તારોમાં આવેલા છે જ્યાં છેલ્લા એક મહિનામાં કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી.

(5:56 pm IST)