Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

સ્પેનમાં કોરોનના દર્દીઓને લાવારિસ છોડી દેવામાં આવતા અરેરાટી મચી જવા પામી

નવી દિલ્હી: કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. દુનિયામાં 13000થી વધારે લોકો આ વાયરસમાં જીવ ગુમાવી ચુકયા છે. ભારતમાં પણ સંક્રમિત લોકોની સંખ્યા 500ને પાર કરી ગઈ છે. આ દરમિયાન વિશ્વના ખુબસુરત દેશોમાં સામેલ સ્પેન પણ કોરોના સામે ઝઝૂમી રહ્યો છે. સોમવારે આ બીમારીથી આશરે 462 લોકોના મોત થયા હતા જ્યારે 35000 લોકો સંક્રમિત થયા છે.

કોરોના વાયરસના સંક્રમણથી સ્પેનની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ છે. મોતના મામલે ચીન, ઈટાલી બાદ સ્પેનનો નંબર આવે છે. 14 માર્ચથી સ્પેનમાં લોકડાઉન છે અને મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. અનેક ઘરોમાં લાશો સડી રહી હોવાથી સેનાની મદદ લેવામાં આવી રહી છે. આ દરમિયાન સેનાને કેયર હોમ્સને વાયરસ મુક્ત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

(5:52 pm IST)