Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

૧૪૦ ફુટ ઊંચા પગોડાની છત પર છે ૧૦૦ વર્ષ જૂનું વૃક્ષ

બીઝીંગ, તા. ૨૪ : આમ જોવા જઇએ તો ૧૪૦ ફુટઊંચી ઇમારતની છત પર વૃક્ષ ઉગાડવાની વાત જ અનોખી છે, પરંત ચીનમાં  આવું વૃક્ષ છેલ્લાં ૧૦૦ વર્ષથી અસ્તિત્વ ધરાવે છે. ચીનના હુઆન્ગગાન્ગ શહેરમાં આ અજાયબી છે. આટલે ઊંચે કોઇ વૃક્ષ બારેમાસ હર્યુભર્યુ અને લીલંુછમ કેવી રીતે રહી શકે હે નવાઇ પમાડનારી વાત છે.મિન્ગ સામ્રાજ્ય દરમ્યાન આ પગોડાની છત પર વૃક્ષ ઉગાડવામાં આવ્યું હતું જે હજીયે એવું ને એવું જ છે. એ પર્યટકો માટે બહુ જવાઇ પમાડનારું છે. કહેવાય છે કે આટલી ઊંચાઇ પર વૃક્ષમે પાણી આપવાનું સંભવ ન હોવાથી અહીં ફાયર-બ્રિગેડના એન્જિન દ્વારા પાણી આપવામાં આવે છે. આ વૃક્ષને હરિયાળું રાખવા માટેની અનોખી તરકીબ આજકાલ સોશ્યલ મીડીયા પર વાઇરલ થઇ રહી છે અને પાણી છાંટતા ફાયર-બ્રિગેડના વાહનની વિડિયો કિલપ ય ુટયુબ અને ફેસબુક પર ખૂબ ફરી રહી છે.(૨૨.૬)

(3:53 pm IST)