Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

મમ્મીનો વાળ નવજાત શિશુના પગની આંગળીમાં વીંટળાઇ જતાં આંગળી કપાવવાની નોબત આવશે

હાથ-પગ આમતેમ ફંગોળતું નવજાત શિશુ જોવામાં ખૂબ કયુટ લાગે છે, પણ જો એ સમયે વડીલો કાળજી ન રાખે તો લેવાના દેવા પડી શકે છે. ચીનના હેનાન પ્રાંતમાં ઝેન્ગઝોઉ શહેરમાં ડોકટરો પાસે બે મહિનાના નવજાત શિશુનો કેસ આવ્યો. આ બાળકના પગની ત્રીજા નંબરની આંગળી સાવ કાળી પડી ગઇ હતી. વાત એમ હતી કે રમાડતી વખતે બાળકના પગ મમ્મીના વાળમાં ભરાઇ ગયા. બાળક એટલા જોરથી પણ હલાવતું હતું કે તેની મમ્મીને ખબર ન પડી કે વાળની એક બારીક લટ નીકળીને દીકરાના પગની આંગળીમાં વીંટળાઇ ગઇ છે. ઠંડીને કારણે બાળકને કપડાં અને બ્લેન્કેટમાં લપેટેલું રાખેલું હોવાથી આંગળીમાં કશું અજુગતું થયું છે એની ખબર કયાંય સુધી ન થઇ. લગભગ દસ કલાક પછી બાળકના પપ્પાએ દીકરાને રમાડવા માટે હાથમાં લીધું ત્યારે તેના પગની એક જ આંગળી કાળી થઇ ગયેલી જોઇ. ખબર પડી કે એ આંગળી સુજીને એમાં લોહી જામી ગયું હતું. તરત જ બાળકને હોસ્પિટલ લઇ જવામં આવ્યું. ત્યાં ડોકટરોએ ખૂબ સાવધાનીપૂર્વક આંગળીના બેઝમાં ભરાયેલી વાળની લટ કાઢી કલાકો સુધી એ ભાગમાં ઓકિસજન પહોંચ્યો ન હોવગાથી એ આંગળી નકામી થઇ ચૂકી હતી. ડોકટરોનું કહેવું છે કે જો એ ભાગમાં લોહીનું સકર્યુલેશન ફરીથી બરાબર ન શરૂ થયું તો એ આંગળી કાપડી પડશે.

(3:41 pm IST)