Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

હવે you tube ઉપર વચ્ચે વચ્ચે આવતી એડ્ જોવાની સમસ્યાથી મળશે છુટકારો

you tube બેક ટુ બેક એડ લાવશે :બધી જ જાહેરાત શરૂઆતમાં આવી જશે

હવે YouTube બેક ટૂ બેક એડ લાવશે જેમાં શરૂઆતમાં જ બધી એડ આવી જશે અને પછી વચ્ચે કોઈ પણ એડ નહીં આવે. અને છેલ્લે સુધી શાંતિથી વીડિયો જોઈ શકશો. કંપનીએ પોતાના બ્લોગમાં લખ્યું છે કે, અમે યુજરને સમજ્યા બાદ આ ટેસ્ટ કરશું અને બેક ટૂ બેક એડને તમે ડાયરેક્ટ સ્કિપ કરી શકશો.

અત્યાર સુધી તમારે યુટ્યુબ પર આખી ફિલ્મ જોવા માટે પૈસા આપવા પડતાં હતાં. તેમાં બે ઓપ્શન મળતાં હતા. એક તમે ફિલ્મ રેન્ટ પર જોઇ શકો છો અને બીજો તમે તેને ખરીદી શકો છો. જો કે કેચલીક ફિલ્મો તમે ફ્રીમાં પણ જોઇ શકતાં હતા જે સામાન્ય રીતે જૂની ફિલ્મો હતી.

(11:15 pm IST)