Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

૨૩ મિત્રોને લઈને ડેટ પર પહોંચી ગર્લફ્રેન્ડઃ તગડુ બિલ જોઈને ભાગી ગયો પ્રેમી

ચીનથી એક અજીબ કિસ્સો સામે આવ્યો, જે સાંભળીને તમે આશ્ચર્યમાં મુકાય જશો

બીજીંગ,તા.૨૩ : જયારે કોઈ છોકરો અને છોકરી પ્રેમમાં પડે છે ત્યારે બન્નેને એકબીજા વિશે ઘણું જાણવાનું હોય છે અને બન્ને વિશે જાણવા માટે તેઓ એકલામાં મળે છે અથવા તો ડેટ પર જાય છે. ત્યારે ચીનમાં એક એવો અજીબ કિસ્સો સામે આવ્યો, જે સાંભળીને તમે આશ્ચર્યમાં મુકાય જશો. હાલ ચીનમાં એક બોયફ્રેન્ડ પોતાની ગર્લફ્રેન્ડ સાથે ડેટ પર ગયો હતો. હકીકતમાં આ છોકરી પોતાના ૨૩ અન્ય મિત્રોને સાથે લઈને ડેટ પર આવી હતી અને એમનું ખાવાનું બિલ લાખ સુધી પહોંચી ગયું હતું, જે પ્રેમી ચૂકવ્યા વગર ત્યાથી ભાગી ગયો હતો. આ એક બ્લાઈન્ડ ડેટ હતી. આ પહેલા બન્ને કયારે પણ મળ્યા નહોતા. ફકત ફોન અને સોશિયલ મીડિયા દ્વારા બન્નેની મુકાલાત થઈ હતી.

 ગ્લોબલ ટાઈમ્સના મુજબ છોકરીએ જણાવ્યું કે તે છોકરાની ઉદારતા વિશે જાણવા માટે તેણે ૨૩ મિત્રોને બ્લાઈન્ડ ડિનર પર સાથે લઈને આવી હતી. શરૂઆતમાં બધું ઠીક હતું, પરંતુ વધતું બિલ જોઈને છોકરો ગભરાઈ ગયો અને તે ત્યાથી કહ્યા વગર છટકી ગયો. યુવતીએ કહ્યું કે ડિનર થયા બાદ બિલ પહોંચ્યું ત્યારે તેનો બોયફ્રેન્ડ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. એવામાં છોકરીએ જ ૧૯,૮૦૦ યુઆન એટલે ૨,૧૭,૮૨૮ રૂપિયાનું ચૂકવવું પડ્યું હતું.

 સમાચાર મુજબ આ બ્લાઈન્ડ ડેટનો આખો મામલો પૂર્વ ચીનના ઝેજિયાંગ પ્રાંતનો છે. લિયુ નામનો યુવક તેની માતા દ્વારા નક્કી કરાયેલી બ્લાઈન્ડ ડેટ પર યુવતીને મળવા ગયો હતો. યુવક તે પહેલાં આ યુવતીને કયારેય મળ્યો ન હતો. જોકે રેસ્ટોરન્ટનું બિલ ૧૯,૮૦૦ યુઆન આવ્યું ત્યારે તે ત્યાંથી ભાગી ગયો હતો. ડિનર પુરૂ થયા બાદ છોકરીએ જયારે લિયુથી સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે તે કયાંય મળ્યો નહીં. આવી સ્થિતિમાં યુવતીએ કંટાળીને રેસ્ટોરન્ટનું બિલ ચૂકવવું પડ્યું.

 રેસ્ટોરન્ટનું બિલ ચૂકવ્યા પછી યુવતી એની ફરિયાદ લઈને પોલીસ પાસે પહોંચી અને લિયુની શોધખોળ શરૂ થઈ ગઈ. લિયુની ધરપકડ થયા બાદ તે ફકત બે ટેબલના બિલ ચૂકવવા તૈયાર થયો. આટલું બધું થયા બાદ પણ છોકરીને ૧૫,૪૦૨ યુઆન એટલે ૧,૬૯,૪૪૪ રૂપિયા ચૂકવવા પડ્યા. ચીનના સોશિયલ મીડિયા પર આ સમાચાર દ્યણી ઝડપથી વાઈરલ થઈ રહ્યા છે. લોકોએ સમાચાર અંગે દ્યણી ટિપ્પણી કરી છે. વધારે લોકોએ મહિલાના આવા વર્તનની ટીકા કરી છે અને ત્યારે મોટાભાગના લોકો લિયુનો પક્ષ લીધો છે.

(12:59 pm IST)
  • લડાખ સ્વાયત પર્વતીય વિકાસ પરિષદની ચૂંટણીમાં લેહમાં 65,07 ટકા મતદાન :26મીએ મતગણતરી થશે : લેહ જિલ્લાના છઠ્ઠા પર્વતીય પરિષદની 26 સીટો માટે ભાજપ , કોંગ્રેસ અને આપ સાથે 23 અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે : 45,025 મહિલાઓ સહીત 89,776 મતદાતા 26 બેઠકો માટે 294 મતદાનકેન્દ્રો પર ભાજપ, કોંગ્રેસના 26-26 ઉમેદવારો અને અપક્ષ 23 સહીત કુલ 94 ઉમેદવારો માટે મતદાન કર્યું access_time 12:45 am IST

  • ભારત 30મીએ વુહાન મોકલશે ફ્લાઇટ : વંદે ભારત મિશન અંતર્ગત ચીન જનાર એરઇન્ડિયાની હશે છઠી ઉડાન : ચીનના વુહાન શહેરમાં પહેલીવાર કોરોના સંક્રમણનો કેસ સામે આવ્યો હતો : એરઇન્ડિયાની 30 ઓક્ટોબરે ઉડાંનું સંચાલન કરશે : બેઇજિંગ સ્થિત ભારતીય દૂતાવાસની જાહેરાત access_time 1:06 am IST

  • લોકનાયક જયપ્રકાશ નારાયણની સ્મૃતિમાં દિલ્હીમાં LNJP હોસ્પિટલનું ભૂમિ પુજન કરાયું : 1500 બેડની આધુનિક હોસ્પિટલમાં વર્લ્ડ ક્લાસ મેડિકલ સુવિધા મળશે : 30 માસમાં હોસ્પિટલ કાર્યરત થઇ જશે : મુખ્યમંત્રી કેજરીવાલે ભૂમિ પૂજન પ્રસંગે માહિતી આપી access_time 1:19 pm IST