Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

ચીનમાં પપ કિ.મી.નો દુનિયાનો સૌથી લાં…બો… પુલ બનાવાયોઃ હોંગકોંગથી મકાઉ અને જુહાઇ શહેરને જોડશે

 

બેઇજિંગ: ચીનના હોગકોગ મકાઉ અને ઝુહાઇ શહેરને જોડતો દરિયા પર બનાવામાં આવેલા દુનિયાનો સૌથી લાબો પુલ માનવામાં આવી રહ્યો છે. પૂલને મંગળવારે જાહેર જનતા માટે ખુલ્લો મુકવવામાં આવશે. અને દરિયામાં બનેલા આલ પુલ 55 કિલોમીટર લાંબો છે.

ચીનના રાષ્ટ્રપતિ શી જીંગપીંગએ ચીનના દક્ષિણી ગ્વાંગ દોગ વિસ્તારમાં ઝુહેઇમાં આયોજીત એક વિશેષ સામારોહમાં 20 અરબ ડોલરના ખર્ચે બનેલા પુલની ઉદઘાટન કર્યુ હતું. કાર્યક્રમમાં હોગકોગ અને મકાઉના નેતાઓ સહિત આશરે 700 જેટાલ મહેમાન ઉપસ્થિત રહ્યા હતા.

હોગકોગ સ્થિત સાઉથ ચાઇના મોર્નિગ પોસ્ટના એક અહેવાલ અનુસાર, શીએ એક વાક્ય બોલીને પુલનું ઉદ્દઘાટન કર્યું હતું. ચીનની સરકારી સમાચાર એજન્સીએ જણાવ્યું કે પર્લ નદીના મુખ પર લિંગદિંગયાંગ જલ ક્ષેત્રમાં બનેલો પુલ સમુદ્ર પર બનેલો દુનિયાનો સૌથી લાંબો પુલ માનવામાં આવે છે.

પુલને સામાન્ય વાહનવ્યવહાર માટે બુધવારથી ખુલ્લો મુકવામાં આવશે. પુલના નિર્માણથી હોગ કોગ અને ઝુહેઇ વચ્ચેની સફરૉમાં ત્રણ કલાકનો સમય ઘટીને 30 મીનીટનો થઇ જશે

ચીનના ઉપ પ્રધાનમંત્રી હાન ઝેંગે કહ્યું કે પુલ હોગકોગ તથા ચીનના મુખ્ય ભૂભાગને આર્થિક તથા વ્યાપાર ગતિવિધિઓને કારણે વધારે નજીક લાવશે. પુલથી હોગકોગ અને મકાઉને ચીનના મુખ્ય ભૂભાગથી જોડવામાં મદદ મળશે.

(6:16 pm IST)