Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

નવી શોધાયેલી ધાતુને કાટ કે ઘસારો નથી લાગતો અને એને ઊંચા ઉષ્ણતામાનની પણ અસર નથી થતી

ન્યુઓર્ક, તા.૨૩ : અમેરિકાના વિજ્ઞાનોઓએ કાટ લાગે અને ઊંચા ઉષ્ણતામાનથી નુકસાન ન પામે એવી પ્લેટિનમ અને સોનાની મિશ્ર ધાતુની શોધ કરી છે. એ ધાતુ હાઇ સ્ટ્રેન્ગ્થ સ્ટીલની સરખામણીમાં ૧૦૦ ગણી વધારે ટકાઉ છે. એ ધાતુ  ટકાઉપણા સહિતના ગુણોમાં કુદરતમાં શ્રેષ્ઠ ગણાતા હીરા અને નીલમ જેટલી ક્ષમતા ધરાવતી પ્રથમ ધાતુ છે.

અમેરિકાના જર્નલ એડ્વાન્સ્ડ મટીરિયલમાં જણાવામાં આવ્યા પ્રમાણે સર્વસામાન્ય રીતે ધાતુઓને બીજી ધાતુ સાથે ઘર્ષણ કે વપરાશ વગર કે ઓછા વપરાશને કારણે ધાતુઓને કાટ પણ લાગે છે. ઘસારો કે કાટ ન લાગે એ માટે એ ધાતુઓમાં મોટર ઓઇલ અથવા સોના જેવી ધાતુઓના આવરણની જરૂર પડે છે. એ પ્રકારના તમામ આવરણો (કોટિંગ) માટેની ધાતુઓ મોંઘી હોય છે. કોટિંગ્સ પણ સમય જતાં ઘસાઇ જાય છે કે કટાઇ જાય છે.ે

સંશોધકોના દાવા પ્રમાણે પ્લેટિનમ અને સોનાન મિશ્ર ધાતુનાં બનેલા ટાયર્સ પૃથ્વીના વિષુવવૃતની ફરતે ૫૦૦ આંટા મારે ત્યારે ઘસાઇ જાય એવું બની શકે.એ મિશ્ર ધાતુનું સાવ પાતળું પડ પણ ટાયર પર લગાડ્યું હોય તો એ ટાયર એક માઇલ સુધી રસ્તા સાથે ઘર્ષણ બાદ એને માંડ સહેજ ઘસારો લાગે છે.

(3:53 pm IST)