Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

બેડ કોલેસ્ટરોલનું પ્રમાણ વધી જાય તો તંદુરસ્ત માણસને પણ જીવનું જોખમ

નવી દિલ્હી તા ૨૩ :  યુવાન અને સ્વસ્થ ઝયકિતના શરીરમાં કોલેસ્ટરોલ તરીકેઓળખાતા LDL નું પ્રમાણ વધી જાય  તો કાર્ડિયોવેસ્કયુલર ડિસીઝતી અચાનક મૃત્યુ પામવાની શકયતા વધી જાય છે. LDLને કારણે હ્રદય ર્કતવાહિનીઓની અંદર છારી બાઝી જઇને લોહી વહેવામાં અવરોધ પેદા થવાની શકયતા રહે છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કોલોરાડો અને યુનિવર્સિટી ઓફ ટેકસસનાા સંશોધકોએ કરેલા અભ્યાસમાં યુવાન અને સરખામણીમાં આરોગ્યવાન ૩૬,૩૭૫ વ્યકિતઓને સામેલ કરવામાં આવી હતી. કાર્ડિયોવેસ્કયુલર ડિસીઝ કે ડાયાબિટીઝથી મુકત વ્યકિતઓના આરોગ્યની સ્થિતીના ૨૭ વર્ષના અભ્યાસ બાદ LDL ના વધારે પ્રમાણનાં જોખમો વિશે સંશોધનલેખ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. સંશોધનમાં સમાવેશ કરવામાં આવેલા લોકોમાં ૭૨ ટકા પુરૂષો સરેરાશ ૪૨ વર્ષની ઉંમરના હતા. એ લોકોમાંથી ૧૦૮૬ લોકોના મૃત્યુ સ્ટ્રોક જેવા કાર્ડિયોવેસ્કયુલર ડિસીઝને કારણેથયાં હતા અને ૫૯૮ જણ કોરોનરી કાર્ટ-ડિસીઝથી મૃત્યુ પામ્યા હતા. સંશોધકોએ જણાવ્યું હતું કે '૧૦૦ mg/dl  કરતા ઓછું LDL લેવલ ધરાવતી વ્યકિતઓ અને ૧૦૦ થી ૧૫૯ mg/dl  ની રેન્જમાં LDL ધરાવતી વ્યકિતઓનેકાર્ડિયોવેસ્કયુલર ડિસીઝથી મૃત્યુંનું જોખમ ૩૦ થી ૪૦ ટકા વધારે રહે છે. ૧૦૦  mg/dl  ની સરખામણીમાં ૧૬૦ mg/dl અથવા વધારે પ્રમાણમાં LDL ધરાવતી વ્યકિતઓને કાર્ડિયોવેસ્કયુલર ડિસીઝતી મૃત્યુનું જોખમ ૭૦ થી ૯૦ ટકા વધારે રહે છે. '

(3:53 pm IST)