Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

નેગેટિવ કેલરી ફૂડ વજન વધવા દેતાં નથી

નવીદિલ્હી, તા.૨૩: આજની ભાગદોડભરી જીવનશૈલીમાં લોકો ખોરાક કરતાંએ ખાવાથી કેટલી કેલરી વધશે અને ચિંતા વધારે કરે છે, પણ જેમને પોતાનું વજન ઘટાડવું છે તેમણે નેગેટિવ કેલરી ફૂડ ખાવું જોઇએ એવી સલાહ ડોકટરો આપે છે. આ એવું ફૂડ છે જેમાં કેલરીની માત્રા ઓછી હોય છે. પણ એેને  પચાવવા માટે વધારે કેલરીની જરૂર પડે છે. ફલાવર, સેલડમાં કાકડી, ટમેટાં, ગાજર, ફ્રૂટમાં તડબૂચ અને સફરજન એવી વસ્તુઓ છે. જેમાં કેલરી ઓછી છે પણ એમાં ફાઇબર અને પાણીની માત્રા સૌથી વધારે છે. આવી ચીજો પચાવવા માટે શરીરને વધારે શકિતની જરૂર પડે છે. એવી જ રીતે અજમો પણ ઉપયોગી છે. ૧૦૦ ગ્રામ અજમામાં માત્ર ૧૬ કેલરી છે. પણ એને પચાવવા માટે ઘણી કેલરી ખર્ચાઇ જાય છે.

(3:52 pm IST)