Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

અમેરિકામાં રહેતા મૂળ એશિયન ઝડપથી ગરીબ થઇ રહ્યા હોવાનો ઘટસ્ફોટ

૧૬ વર્ષમાં અમેરિકામાં ગરીબ એશિયનોની સંખ્યામાં ૪૪ ટકાની વૃદ્ધિ

નવીદિલ્હી, તા.૨૩: અમેરિકામાં રહેનારા એશિયન મૂળના લોકોમાં આવકને લઇને અસમાનતા ઝડપથી વધી રહી છે. આના કારણે અમીર એશિયાનોની સંખ્યા ઘટી રહી છે. અને ગરીબ એશિયાનોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ વાત પ્યૂ રિસર્ય સેન્ટર એનાલિસિસ ઓફ યૂએસ સેન્સસ અને અમેરિકન કોમ્યુનિટીના તાજેતરના સર્વેમાં સામે આવી છે.

અમેરિકામાં રહેતા ગરીબ એશિયનની સંખ્યા વર્ષ ૨૦૦૦માં ૧.૭ લાખ હતી જે વર્ષ ૨૦૧૬માં વધીને ૨.૪૫ લાર્ખે પહોંચી ગઇ છે.

આવકમાં અસમાનતાનું એક મોટું કારણ સ્કિલ બેઝૂડ વીઝા આધારે અમેરિકામાં આવે છે. તેમની આવક સ્કીલ વગરના વીઝાવાળા લોકો કરતા વધુ રહે છે.  ઉદાહરણ તરીકે યુએસમાં રહેતા ભારતીય અને ચીની લોકો ઉચ્ચ શિક્ષિત છે. આના કારણે તેઓ પોતાના હાઇલી સ્કિલ્ડ લોકોને જ કામ આપે છે.

(3:52 pm IST)