Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

સોફાની કાર બનાવીને રોડ પર નીકળી પડયા

ડેનિયલ વિન્ટર નામના એક ભાઇએ પોતાના ઘરના સોફાની વચ્ચોવચ્ચ ઇલેકિટ્રક સ્કૂટરનું હેન્ડલ અને બેટરી ઓપરેટેડ એન્જિન નાખીને એની કાર બનાવી દીધી હતી. આ સોફા-કાર ચલાવવા માટે ભાઇસાહેબ મેઇન રોડ પર નીકળી પડયા હતા. સ્કૂટરનું હેન્ડલ બરાબર ન હોવાથી કયારેક તેઆગળ વધવાને બદલે રસ્તાની વચ્ચો વચ્ચ ગોળગોળ ચકરડી લેતો રહેતો હતો. ભાઇએ પોતાના આ નવા ગતકડાંને યુટયુબ પર વિડીયો બનાવીને મૂકયું હતું. એ પછી તેના કેટલાય દોસ્તો તેની પાસે સોફા-કારની રાઇડ લેવા આવી પહોંચ્યા હતા.

(3:43 pm IST)