Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

બોયફ્રેન્ડ ઊંચાઇનો ડર દુર કરે તો ગર્લફ્રેન્ડ બ્રેન્ડ ન્યુ કાર અને ૪૦.૧૨ લાખ કેશ સાથે લગ્ન કરવાની પ્રપોઝલ આપી

બેઇજીન તા ૨૩ : ચીનમાં એક એકથી ચડીયાતા કાચના સ્કાયવોક આવેલા છે જેના પર ચાલવાની થ્રિલ માણવા દુરદુરથી સહેલાણીઓ ફરવા આવે છે. શિન્મી શહેરમાં રહેતી શિઓ જિન્ગ નામની ૨૩ વર્ષનસ છોકરીએ તાજેતરમાં કુકસી માઉન્ટર સ્કાયવોક પર પોતાના બોયફ્રેન્ડને પ્રપોઝ કર્યુ, જોકે તેની શરત અજીબ હતી. તેના બોયફ્રેન્ડે ઊંચાઇનો ભયંકર ડર લાગતો હતો. તે સ્કાયવોક પર પગ મૂકવા તૈયાર નહોતો જયારે આ બહેન સ્કાયવોકની વચ્ચોવચ્ચ જઇન ેઉભાંરહેલાં શિઓનું કબહેવું હતું કે જોતેનો બોયફ્રેન્ડ કાયરોની જેમ ઉંચાઇથી ડરતો રહેશે તો તે કોઇ કાઇે તેની સાથે લગ્ન કરવા તૈયાર નથી. તે જો ખરેખર પ્રેમકરતો હોય તો આ કાચના સ્કાયવોક પર વચ્ચે સુધી ચાલીને આવે તેણે બોયફ્રેન્ડનો ડર દુર કરવા માટે વધુ લાલચ પણ શરતમાં ઉમેરી. તેણે એક SUVકાર અને સાથે ૧ લાખ યુઆન એટલે કે લગભગ ૧૦.૧૨ લાખ રૂપિયા ભરેલી બેગ પણ તૈયાર કરેલી. જો તેનો બોયફ્રેન્ડ ડર છોડીને તેની પાસે આવે તો લગ્ન કરવા ઉપરાંત પૈસા અને કાર પણ તેને ભેટમાં આપશે એવી જાહેરાત તેણે કરેલી.

શિઓનાબોયફ્રેન્ડ યુએ પોતાનો ડર દુર કરવાનો ખુબ પ્રયત્ન કર્યા પણ જેવો તે કાચના પુલ પર થોડાક ડગલાં ચાલતો કે ફસડાઇ પડતો. તેના દોસ્તોન તેનેઉંચકીને થોડેક સુધી ખેંચી તાણ્યો, પણ ભાઇનો ડર કેેમેય દૂર થયો જ નહીંફ શિઓને હતું કે પોતાના માટેથઇને બોયફ્રેન્ડ ડર દુર કરી લેશે પણ એવું થયું નહીં, સ્કાયવોકના એક સ્ટાફ-મેમ્બરનું કહેવું હતું કે અહીંથી જતાં-જતાં આ યુગલ વચ્ચે આખરે બ્રેકઅપ થઇ ગયું. આખી ઘટના દરમ્યાન કર્શકોના બે મત હતા. કેટલાક લોકો છોકરીની ડિમાન્ડને સાચી માનતા હતા જયારે કેટલાકનું કહેવું હતું કે કોઇ વ્યકિતના ડરને દુર કરવા માટે આવી ભદી રીત અપનાવી એ સંબધોનું સન્માન નથી.

(3:42 pm IST)