Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

પાચન તંત્રને સુધારે છે સ્ટ્રોબેરી

વી દિલ્હી તા ૨૩ : જે લોકોના આંતરડા અને જઠરમાં સોજો આવતો હોય અને ખોરાકને પચાવવામાં મુશ્કેલીહોય તેમણે રોજ સ્ટ્રોબરી ખાવી જોઇએ એમ અમેરિકન કેમિકલ સોસાયટીએ કરેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે. જે લોકોનેપેટના રોગો થાય છે તેમાં પાચનતંત્રના મહત્વના અંગોને સોજો આવે છે. આવા લોકોને પેટમાં ભયાનક પીડા થાય છે અને વારંવાર ઝાડા થઇ જાય છે. બેઠાડુ જીવન જીવતા લોકોમાં આ રોગ કોમન છે. વળી જે લોકો ફાઇબર વિનાનો ખોરાક લેતા હોય છે તેમને પણ આવી સમસ્યા રહે છે. પેટના રોગો માટે સ્ટ્રોબરીનું સેવન સારૂ છે કે નહીં એ માટે ઉંદરો પર પ્રયોગ હાથ ધરવામાં આવ્યા હતા અને ખેનાં સકારાત્મક પરિણામ મળ્યાં છે. સ્ટ્રોબરીમાં ખુબજ ફાઇબર છે. એ બ્લડ પ્રેશરને કન્ટ્શ્રોલમાં રાખે છે. મૂડનેબનાવેછે, અને મેમરીને શાર્પ કરે છે. સ્ટ્રોબરી ખાનારા લોકોને કોલેસ્ટોલની સમસ્યામાં પણ રાહત થાય છે. (૩.૨)

(11:35 am IST)