Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

તમે જાણો છો? મેંદાની વાનગીથી તમારા સ્વાસ્થ્યને થાય છે નુકશાન

ભારતના બધા ઘરમાં મેંદાના લોટમાંથી અનેક સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે. આ વાનગીઓ ખાવી બધાને ખૂબ પંસદ હોય છે પરંતુ, સતત લાંબા સમય સુધી મેંદો ખાવાથી તેની તમારા સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડે છે.

. મેંદામાં ફાઇબર હોતું નથી, જેના કારણેે મેંદાથી બનેલ વાનગી ખાવાથી ત્યારે તો પેટ ભરાઇ જાય છે. પરંતુ, થોડા સમય બાદ ફરી ભૂખ લાગે છે. આવી રીતે વાંરવાર ભૂખ લાગવાને કારણે તમે 'ઓવરઇટીંગ'નો શિકાર થઈ જાવ છો.

. મેંદો ખાવાથી કબજીયાતની સમસ્યા થઇ શકે છે.

. વધારે પડતા મેંદાનું સેવન ઓવરવેટ થવાનું કારણ પણ બની શકે છે. જે લોકોને નાન અને ભટુરે ખાવા ખૂબ પસંદ છે, તેઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવુ જોઇએ.

. તેનાથી તમને ફૂડએલર્જીની સમસ્યા પણ થઇ શકે છે.

. મેંદામાં પ્રોટીન હોતુ નથી અને તેને બનાવવાની પ્રક્રિયા દરમિયાન તે એસીડીક પણ થઇ જાય છે. તેથી તેના સેવનથી હાડકામાંથી કેલ્શિયમ ઓછુ થઇ જાય છે અન હાડકા નબળા થવા લાગે છે.

. મેંદાનું સતત સેવન કરવાથી રોગપ્રતિકારક શકિત પર વિપરીત અસર પડે છે. જેના કારણે તમે વાંરવાર બિમાર પડો છો.  

(9:11 am IST)