Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

સતત આવતી છીંકથી હેરાન છો?

છીંક આવવી એ એક સ્વાભાવિક પ્રક્રિયા છે. પરંતુ, જો સતત છીંક આવે તો વ્યકિત હેરાન થઈ જાય છે. જો તમારી છીંક બંધ થવાનું નામ નથી લેતી તો આ ઉપાય અજમાવી શકો છો.

સતત આવતી છીંકને રોકવા માટે આદુનું સેવન કરવુ જોઈએ. તેના માટે એક-એક ચમચી આદુના રસનું સવાર-સાંજ સેવન કરો. જો તમારા માટે આદુના રસનું સેવન સંભવ નથી તો તમે ગરમ પાણીમાં આદુ અને મધ મિકસ કરી તેનું સેવન કરો.

આદુની જેમ સૂંઠ પણ તમારી છીંકને રોકે છે. તેના એન્ટી-બાયોટીક અને એન્ટી-વાયરલ ગુણ શ્વસન પ્રણાલીના સંક્રમણને દૂર કરે છે. તેના ઉપયોગ માટે એક કપ પાણીમાં ૨ ચમચી સૂંઠ પાવડર નાખી ૧૫ મિનીટ સુધી ઉકાળો. ત્યારબાદ ઠંડુ કરીને પી લો.

તુલસી ધાર્મિક અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેના ઉપયોગથી સતત આવતી છીંકને રોકી શકાય છે. તેના સેવન માટે એક કપ પાણીમાં ૩-૪ તુલસીના પાન નાખીને ઉકાળો અને સૂતા પહેલા પીવો.

(9:11 am IST)