Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

વ્હાઈટહેડ્સથી ત્વચા ખરાબ થઈ ગઈ છે?

બધી છોકરીઓને બેડાઘ અને સુંદર ત્વચા જોઈતી હોય છે. પરંતુ, આ પ્રદુષણયુકત વાતાવરણ, મસાલાથી ભરપુર બજારની ખાણી-પીણી, ઓછુ પાણી પીવુ અથવા તડકામાં વધારે સમય પસાર કરવાથી ચહેરા પર વ્હાઇટહેડ્સ થઈ જાય છે. અને ચહેરા પર વ્હાઈટહેડ્સએ વ્યકિતની પર્સનાલીટીને ખરાબ કરે છે. તેને દૂર કરવા છોકરાઓ અને છોકરીઓ કેટલાય નુસ્ખા અપનાવે છે. પરંતુ, તેનાથી બહુ ફાયદો થતો નથી. તો જાણો અમુક ઘરેલુ ઉપાય, જેની મદદથી વ્હાઈટ હેડ્સને દૂર કરી શકાય છે.

ચંદન પાવડર : વ્હાઈટ હેડ્સથી છુટકારો મેળવવા માટે ચંદન પાવડરનો ઉપયોગ કરો. ૧/૨ ટી સ્પૂન ચંદન પાવડરમાં ૧ ટી સ્પૂન ડિસ્ટીલ્ડ વોટર નાખી મિકસ કરો. જ્યાં વ્હાઈટહેડ્સ હોય ત્યાં લગાવો. અને ૫ મિનીટ બાદ ચહેરો નવશેકા પાણીથી ધોઈ લો.

ઓટમિલ : ૨ ટી સ્પૂન ઉકાળેલ ઓટમીલમાં ૧ ટી સ્પૂન ગુલાબજળ મિકસ કરી જ્યાં વ્હાઈટહેડ્સ છે ત્યાં લગાવો. ૧૦ મિનીટ બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. દરરોજ આ પ્રયોગ કરવાથી થોડા દિવસમાં ફર્ક દેખાશે.

મેથી : મેથીથી પણ વ્હાઈટહેડ્સ દૂર કરી શકાય છે. મેથીદાણાને પીસીને ઘટ્ટ પેસ્ટ બનાવો અને ચહેરા પર લગાવો. ૨૦ મિનીટ બાદ ચહેરો ગરમ પાણીથી ધોઈ લો.

મધ અને ખાંડનું સ્ક્રબ :  મધ અને ખાંડને મિકસ કરી એક સ્ક્રબ તૈયાર કરો. રાત્રે સૂતા પહેલા અને સવારે ઉઠીને આ પેસ્ટથી સ્ક્રબ કરો. પરંતુ, એ વાતનું ખાસ ધ્યાન રાખવુ કે સ્ક્રબ કર્યા બાદ ગરમ પાણીથી ચહેરો ધોવો નહિં, હંમેશા ઠંઢા પાણીનો જ ઉપયોગ કરવો.

દૂધ અને બદામ : બદામને પીસીને ૨ ચમચી દૂધમાં મિકસ કરો અને ઘટ્ટ પેસ્ટ બનાવો. આ પેસ્ટથી ચહેરા પર સ્ક્રબ કરો. તેનાથી વ્હાઇટહેડ્સ દૂર થઈ જશે અને ત્વચા ચમકદાર બનશે.

(9:11 am IST)