Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

લ્યો બોલો... ઉંડા શ્વાસ લેવાથી પણ ફાયદો

ઓકિસજનને પ્રાણવાયુ કહેવામાં આવે છે. શ્વાસ આપણા તનાવ, બેચેની અને બ્લડ પ્રેશરને પણ નિયંત્રીત કરી શકે છે. ઉંડા શ્વાસથી આપણે શારીરિક અને માનીસક વિકારોથી દૂર રહી શકીએ છીએ. ઉંડા શ્વાસ તન, મનમાં બદલાવ લાવી શકે છે. તો જાણો ઉંડા શ્વાસ લેવાથી થતા ફાયદા વિશે.

મગજની ક્ષમતામાં વધારો

ઉંડા શ્વાસથી આકારમાં વિસ્તાર થાય છે. તેનાથી મસ્તિષ્કની માનસિક ક્ષમતામાં વધારો થાય છે. સાથે જ ઉંડા શ્વાસ લેવાનો અભ્યાસ માનસિક ક્ષમતાને વધારે છે.

હૃદયના ધબકારામાં સુધારો

હૃદયના ધબકારા વચ્ચે અંતર હોય છે. ત્યારે (હૃદય બંધ થઈ જવાની) સંભાવના વધુ રહે છે. ઉંડા શ્વાસ દ્વારા આ સ્થિતીને સુધારી શકાય છે.

તનાવ

કમજોર શ્વાસ તનાવની સ્થિતીમાં શરીર પાસે લડવાની પૂરી શકિત હોતી નથી. જો શ્વાસ પર ધ્યાન લગાવવામાં આવે તો મનની શાંતિ વધે છે. ઉંડા શ્વાસથી ઉત્તેજના, પ્રેરણા અને શાંતિની સ્થિતી મનને આરામ આપે છે.

નકારાત્મકતા

કેટલાક લોકોને પીડા થતી હોય તો તેનો જીવ ત્યાં જ અટકાયેલો હોય છે. ત્યારે શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરી, વ્યાયામ દ્વારા બેચેની, ગુસ્સા અને ધૃણાથી નકારાત્મક વિચાર દૂર કરી શકાય છે.

બ્લડ પ્રેશર

સવારના સમયે થોડી વાર ઉંડા શ્વાસ લેવા અને છોડવાથી તમે બ્લડપ્રેશરને નિયંત્રીત કરી શકો છો. ઉંડા શ્વાસ લેવાથી રકત વાહિનીઓને અસ્થાયી રૂપે રકતને આખા શરીરમાં નિયંત્રીત દબાણ સાથે પહોંચાડવામાં મદદ મળે છે. શરીર શાંત સ્થિતીમાં આવી જાય છે.

(9:10 am IST)