Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

ઓએમજી....આ કાગડાએ પોતાની તરકીબથી લોકોને વિચારવા માટે મજબુર કર્યા

નવી દિલ્હી: બ્રિટેનમાં એક બેટ્ટી નામનો કાગડો ખૂબ જ પ્રખ્યાત થઈ ગયો છે. આ કાગડો કોઈ પણ તારને લઈ તેને વાળીને હુક બનાવે છે. બાદમાં તેની મદદથી ખાવાનું એકઠુ કરે છે. બેટ્ટીની આ ઘટના 2002 ની છે. ત્યારે તેણે પોતાની આ તરકીબથી અનેક લોકોને વિચારવા મજબૂર કર્યા હતા. વૈજ્ઞાનિકો પણ મુંઝવણમાં હતા કે, આ કાગડા કઈ રીતે અધરામાં અધરી ઘટનાને પોતાની રીતે હલ કરી શકે છે. તેનું મગજ પણ માણસની માફક મુશ્કેલી સવાલોના જવાબ શોધવા મથી રહ્યુ છે. આ કાગડો પણ એવો છે, જે વાર્તા આપણે નાનપણમાં સાંભળતા હતા. પણ તમને જાણીને નવાઈ લાગશે કે, બેટ્ટીની કહાની પણ વાર્તાના કાગડા કરતા પણ વધારે ચતુર કહાની છે. બાદમાં સંશોધનમાં ખ્યાલ આવ્યો છે કે, આ બેટ્ટી નામનો કાગડો જે નસ્લનો છે તેનું નામ કૈલેડોનિયન ક્રો કહેવાય છે. આ પ્રજાતિના કાગડા નાની વસ્તુઓને હથિયાર બનાવી તેનો ઉપયોગ કરવામાં શાણા હોય છે.

(7:00 pm IST)