Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

ઓએમજી.....આ માજીએ વર્ષોથી વાળ કાપ્યા નથી:અજગર જેવા ભરાવદાર દેખાય છે

નવી દિલ્હી: આપણાં શાસ્ત્રોમાં સ્ત્રીના કાળા ભમ્મર વાળની સુંદરતા વ્યક્ત કરવા એને નાગ સાથે સરખાવાય છે. પણ વિયેટનામમાં 83 વર્ષની ગુયેન તો નામનાં માજીના વાળ 6 મીટર જેટલા લાંબા છે અને લાંબા કરીને પાથરવામાં આવે તો અજગર જેવા ભરાવદાર દેખાય છે. ગુયેનનું કહેવું છે કે તેમણે 19 વર્ષની ઉંમર પછી વાળ કાપવાનું બંધ કર્યું હતું.

              વાત બલ્કે એમ છે કે 19 વર્ષની વયે જયારે ગુયેને પહેલી વાર વાળ કપાવ્યા તો તેમને માથામાં દુ:ખાવો થવો શરૂ થઈ ગયો, એટલો દુખાવો હતો કે ડોકટરની દવા કરવી પડી. દવા છતાં દુખાવામાં રાહત ન થઈ. જેમ-જેમ તેમના વાળ વધતા ગયા એમ-એમ માથાનો દુખાવો પણ ઘટવા લાગ્યો. આને કારણે બહેને નકકી કરી લીધું કે હવે પછી કદી વાળને કાતર લગાવવી નહીં. જો કે થોહા સમય પછી તેને આ જ રીતે એક વાર ધોયા બાદ ફરીથી માથાનો દુખાવો શરૂ થયો અને ત્યારબાદ તેણે વાળને શેમ્પુ તો ઠીક પાણી પણ અડવાડવાનું બંધ કરી દીધુ.

(6:58 pm IST)