Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

યુક્રેનના લૂટસ્ક શહેરમાં બંદૂકધારીએ 10લોકોને અણીએ રાખી બંધક બનાવ્યા

નવી દિલ્હી: આ અંગેની વિગત એવી છે કે યુક્રેનના લુટસ્ક શહેરમાં એક બંદૂકધારી મકયસ્મ કયવોશ (ઉ.વ.44) એ બસમાં સવાર 10 લોકોને બંદૂકની અણીએ બંધક બનાવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે આ બંદૂકધારી શખ્સે કોઈ પૈસાની કે તેના સાથીને છોડવાની માંગણી કરવાને બદલે વિચિત્ર માંગણી કરી હતી.

               આ બંદૂકધારીએ રાષ્ટ્રપતિ વોલોદયમયર જેલેન્સ્કી સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ પોતાનો વિડીયો મેસેજ લોકોને જાહેર કરી જણાવે કે દરેક લોકોએ વર્ષ 2005માં આવેલી ફીલ્મ 'અર્થલિંગ્સ' જેવી જોઈએ. લોકોને બંધનમાંથી છોડાવવા રાષ્ટ્રપતિ બંદૂકધારીના જણાવ્યા મુજબ સોશ્યલ મીડીયામાં લોકોને આ ફીલ્મ જોવા અપીલ કરી બાદમાં બંદૂકધારી માની જતા બસમાં સવાર બધા લોકો મુક્ત થયા હતા. બાદમાં પોલીસે આરોપી મકયસ્મ કયવોશની ધરપકડ કરી હતી.

(6:57 pm IST)