Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

આવતી કાલનો દિવસ સાઉદી અરબ માટે હશે ખાસ

નવી દિલ્હી: રવિવાર 24 જૂન સાઉદી અરબ માટે એક એતિહાસિક દિવસ મનાવવામાં આવશે.કારણ કે આવતી કાલે ત્યાં રસ્તા પર એક નવી સવાર જોવા મળશે.રવિવારના રોજ સાઉદી અરબમાં પ્રથમ  વાર  મહિલાઓ ગાડી ચલાવતી જોવા મળશે.દુનિયામાં સાઉદી અરબ એક માત્ર એવો દેશ હતો કે જ્યાં મહિલાઓને ગાડી ચલાવવા માટે પ્રતિબંધ હતો જેને થોડા દિવસ પહેલા ત્યાંના પ્રિન્સ મોહમ્મ્દ બિન સલમાને હટાવીને એતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે.24 જૂનથી મહિલાઓ કાયદેસર રીતે હવે સાઉદી અરબમાં ગાડી ચલાવી શકશે.

(6:47 pm IST)