Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

સ્ત્રીઓમાં આઇપેડ-નેકપેઇનની સમસ્યા બમણી છે

આઇપેડ વાપરતા પુરૂષો કરતાં સ્ત્રીઓમાં ગરદનનો દુખાવો થવાનું પ્રમાણ લગભગ બમણું છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ નેવાડાના નિષ્ણાતોના કહેવા મુજબ નેકપેઇન એ ગળા અને ગરદનનો દુખાવો છે જે આઇપેડ જેવાં સાધનો વાપરતી વખતે ખોટી રીતે ગરદન અને કમરને વાળવાને કારણે પેદા થાય છે. સામન્ય રીતે જેટલો વધુ સમય તમને આઇપેડ, ટલેબ્લેટ કે કમ્પ્યુટર પર ખોટી રીતે કમર કે ગરદન વાળીને બેસો એટલું નેકપેઇન થવાનું પ્રમાણ વધે છે. જોકે અભ્યાસકર્તાઓનું કહેવું છે કે આઇપેડ પર એકસરખો સ્ક્રીનટાઇમ ગાળતા સ્ત્રી-પુરૂષોમાંથી સ્ત્રીઓને ગરદનનો દુખાવો થવાની સંભાવના વધુ હોય છે. એનું કારણ એ છ કે સ્ત્રીઓના લોઅર બેકના મસલ્સ સ્ટ્રોન્ગ હોય છે, ખભા પહોળા અને હાથ ટૂંકા હોય છે. શારીરિક બંધારણના આ ફરકને કારણે ગરદનને ખોટી રીતે વાળવાથી સત્રીઓને વધુ દુખાવો થાય છે અને પુરૂષોને ઓછો. સંશોધકોએ ટચસ્ક્રીન ટેબ્લેટ કમ્પ્યુટર વાપરતા ૪૦૦ લોકો પર અભ્યાસ કરીને આ તારવ્યું છે. આઇપેડ પર એકસરખું કામ કર્યા પછી ૭૦ ટકા સ્ત્રીઓ અને ૩૦ ટકા પુરૂષોએ ગરદનમાં દુખાવાની ફરિયાદ કરી હતી. (૭.૩૩)

(2:16 pm IST)