Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

ટવિટરનું વિશ્લેષણ કહે છે કે દિવસના ચોકકસ સમયે આપણા વિચારોની પેટર્ન બદલાતી રહે છે

નવી દિલ્હી, તા.૨૩: ટવિટર એક એવું માધ્યમ છે જયાં લોકો પોતાના મનમાં જે વિચાર આવે એ ગમે ત્યારે ઠાલવી શકે છે. આ વિચારો કેવા હોય છે એનું વિશ્લેષણ બ્રિટનના વૈજ્ઞાનિકોએ કર્યુ છે. ઇંગ્લેન્ડની યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલના રિસર્ચરોએ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદથી ૮૦ કરોડ ટવીટરનું વિશ્લેષણ કરીને તારવ્યું છે કે માણસોના વિચારોની પેટર્ન દિવસના ચોકકસ સમય દરમ્યાન બદલાતી રહે છે. અભ્યાસમાં બ્રિટનનાં પ૪ મોટાં શહેરોમાંથી દર કલાકે થયેલી ટવીટસનાં સેમ્પલ્સ લેવામાં આવેલાં. એમાં નોંધાયું હતું કે સવારે છ વાગ્યાના અરસામાં વિશ્લેષક વિચારો સૌથી વધુ હોય છે. આ સમય દરમ્યાન થતી ટવીટસમાં વપરાયેલા શબ્દો અને ભાષા વધુ લોજિકલ હોય છે જયારે સાંજે અને રાત્રે તરતી મુકાતી ટવીટસમાં ભાષા વધુ ઇમોશનલ હોય છે. વહેલી સવારે થતી ટવીટસમાં વપરાયેલા શબ્દોમાં વધુ વિશેષણો, ઉપમાઓ અને બૌદ્વિકતાની છાંટ હોય છે. બીજી તરફ સાંજના સમયે થતી ટવીટસ વધુ સોશ્યલ, ઇમ્પલ્સિવ અને લાગણીઓ સાથે જોડાયેલી છે.

(2:16 pm IST)