Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

ડોકટરોએ સૂતા માણસના કાનમાં ઘૂસી ગયેલો વાંદો જીવતો કાઢયો

બીજીંગ તા. ર૩ :.. ચીનના શેન્ઝાન શહેરની પિન્ગશાન હોસ્પિટલમાં  લી નામના બાવન વર્ષના એક દરદીના કાનમાંથી ડોકટરોએ જીવતો વાંદો કાઢયો હતો. દરદીનું કહેવું હતું કે તે સૂતો હતો ત્યારે જ તેને બહુ બેચેની થયા કરતી હતી. સવારે ઊઠયો ત્યારે કાન અને માથામાં ખૂબ જ તીવ્ર પીડા થઇ રહી હતી. પીડાની ફરીયાદ લઇને તે દવાખાને ગયો ત્યારે ડોકટરોએ મશીન નાખીને કાન તપાસતાં એમાં વાંદો સળવળતો દેખાયો. ડોકટરોએ બારીક સાધનો વાપરીને જીવડું કાઢવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એનાથી વાંદાના પગ અને બોડીનો ભાગ તૂટતો જતો હતો. છેલ્લે જયારે વાંદાના શરીરનો સૌથી મોટોભાગ કાઢવામાં આવ્યો ત્યારે એ હજીયે જીવતો અને સળવળતો હતો. લગભગ છ થી સાત કલાક સુધી વાંદો કાનમાં રહ્યો હોવાથી ડોકટરોએ ખાસ દવાઓ નાખી જેથી અંદર જો વાંદાએ ઇંડા મૂકયાં હોય તો એનો નાશ થઇ જાય.

(11:44 am IST)