Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

૧૮ વર્ષ સુધી એક જ નંબરની ટિકિટ ખરીદી, આખરે ૧૩.૬ કરોડ રૂપિયાની લોટરી લાગી

ન્યુયોર્ક, તા.ર૩ : ધીરજ રાખો તો એના ફળ મીઠાં જ હોય છે એ વાત અમેરિકાના ઇડાહો રાજયમાં રહેતા માઇકલ ટન નામના ભાઇ માટે આખરે સાચી પડી. માઇકલ છેલ્લા ૧૮ વર્ષથી પાવરબોલ જેકપોટ માટે ટિકિટ ખરીદતો હતો. તેની ખાસિયત હતી કે તેણે એક નંબર ફિકસ કરી રાખેલો. દર વખતે તે એ નંબરની ટિકિટ ખરીદતો. તેનું કહેવું છે કે મોટા ભાગે તમે જયારે નંબર બદલો ત્યારે જ એ નંબર સિલેકટ થયો હોય એવું જોવા મળ્યું એટલે જ તેણે કોઇ ટિકિટ-નંબરમાં કદી બદલાવ કર્યો જ નહીં. ૧૮ વર્ષ સુધી લગાતાર એક જ નંબર પર ટકી રહ્યો હોવા છતાં તેનું ભાગ્ય ઉઘડતું નહોતું અને છતાં તેણે ધીરજ ગુમાવી નહોતી. આખરે ગયા અઠવાડિયે તેનું ભાગ્ય ખૂલ્યું અને બે મિલ્યન ડોલર એટલે કે લગભગ ૧૩.૬ કરોડ રૂપિયાની લોટરી લાગી.

(11:43 am IST)